ભારતે ચીનને બતાવ્યા ખરા તેવર, PUBG સહિત 118 એપ્સ પર મુક્યો પ્રતિબંધ - Gujjubhai Rocks

Breaking

Home Top Ad

Responsive Ads Here

Post Top Ad

Responsive Ads Here

Wednesday, September 2, 2020

ભારતે ચીનને બતાવ્યા ખરા તેવર, PUBG સહિત 118 એપ્સ પર મુક્યો પ્રતિબંધ

 ભારત અને ચીન વચ્ચે લાંબા સમયથી વિવાદ ચાલી રહ્યો છે. સરહદ પર ભારત અને ચીનની વચ્ચે સરહદ પર તણાવ છે. ગલવાન ઘટના બાદ ભારતે ચીનની વિરુદ્ધ આક્રમક વલણ અપનાવ્યું છે, અને એક પછી એક ચાઇનીઝ પ્રોડક્ટ્સ અને ચાઇનીઝ એપ્સ પર પ્રતિબંધ લગાવ્યો છે. ત્યારે હવે ભારત સરકારે વધુ 118 ચાઈનીઝ એપ્લિકેશન પર પ્રતિબંધ મુક્યો છે.અત્યાર સુધી 224 ચીની એપ્સ પર પ્રતિબંધ લગાવ્યો 

ઉલ્લેખનીય છે કે આ પહેલા 15 જૂનના ગલવાન હિંસક અથડામણ બાદ સરકારે 57 ચીની એપ્સ પર પ્રતિબંધ મુક્યો હતો. ત્યારબાદ 28 જુલાઈના 47 એપ્સને બેન કરી હતી. હવે ત્રીજીવાર સરકારે 118 એપ્સ પર પ્રતિબંધ મુક્યો છે. આ રીતે અત્યાર સુધી સરકાર 224 ચીની એપ્સ પર પ્રતિબંધ લગાવી ચુકી છે.

PUBG ભારતીય યુવાધનમાં ઘણી જ પોપ્યુલર

સરકારે જે 118 એપ્સ બેન કરી છે તેમાં PUBG સૌથી વધારે ચર્ચાનો વિષય છે. ભારતીય યુવાધન PUBG પાછળ ઘણું જ ઘેલું છે, તો PUBGનાં કારણે અનેક હિંસાત્મક ઘટનાઓ પણ સામે આવી હતી. PUBG ઉપરાંત Baidu Express Edition, Face U p Inspire Your Beauty, Voo Meeting, Super Clear, WeChat Reading, Cyber Hunder જેવી એપ્લિકેશન્સ પર પ્રતિબંધ લગાવી દીધો છે.

ગલવાન ઘાટીમાં તણાવ દરમિયાન 59 ચાઇનીઝ એપ્સ પર પ્રતિબંધ મૂક્યો હતો

ભારત અને ચીનની ગલવાન ઘાટીમાં તણાવ દરમિયાન પણ કેન્દ્ર સરકારે 29 જૂનના રોજ 59 ચાઇનીઝ એપ્સ પર પ્રતિબંધ મૂક્યો હતો. જેમાં ટિકટોક એપ્સ અને યૂસી બ્રાઉઝર જેવી એપ્લિકેશનો શામેલ હતી. કેન્દ્ર સરકારે આ પગલું એ સમયે લીધું હતું જ્યારે ગલવાની ઘાટીમાં સરહદ વિવાદ ઓછું નોહતો થઇ રહ્યો. 

No comments:

Post a Comment

Post Bottom Ad

Responsive Ads Here

Pages