ગૃહ મંત્રી અમિત શાહે કોરોનાને સંપૂર્ણપણે આપી મ્હાત, AIIMSથી થયા ડિસ્ચાર્જ - Gujjubhai Rocks

Breaking

Home Top Ad

Responsive Ads Here

Post Top Ad

Responsive Ads Here

Monday, August 31, 2020

ગૃહ મંત્રી અમિત શાહે કોરોનાને સંપૂર્ણપણે આપી મ્હાત, AIIMSથી થયા ડિસ્ચાર્જ

અમિત શાહ 18 ઓગસ્ટથી AIIMS દિલ્હીમાં દાખલ હતા,નવી દિલ્હીઃ કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહ (Amit Shah) કોરોના વાયરસ (Coronavirus)ના સંક્રમણથી પૂરી રીતે ઠીક થઈ ગયા છે. સોમવારે તેમને AIIMSથી ડિસ્ચાર્જ કરી દેવામાં આવ્યા છે. રવિવારે જ AIIMSએ નિવેદન જાહેર કરીને કહ્યું હતું કે ગૃહ મંત્રી અમિત શાહ કોરોનાથી ઠીક થઈ ચૂક્યા છે.


અમિત શાહે 2 ઓગસ્ટે ટ્વિટ કરીને કહ્યું હતું કે, તેઓ કોરોના વાયરસથી સંક્રમિત થઈ ગયા છે. કોરોના સંક્રમણ થયા બાદથી આઇસોલેશનમાં હતા અને સતત આ બીમારીની સારવાર કરાવી રહ્યા હતા. ત્યારબાદ ગુરુગ્રામની એક ખાનગી હૉસ્પિટલમાં તેમની સારવાર ચાલી હતી. ત્યાંથી ઠીક થયા બાદ તેમને રજા આપવામાં આવી હતી.


ત્યારબાદ ફરીથી તેઓ પોતાના ઘરે જ આઇસોલેટ હતા, પરંતુ 18 ઓગસ્ટે હળવા તાવની ફરિયાદ તેમને દિલ્હીની AIIMSમાં દાખલ કરવામાં આવ્યા હતા. અહીં લગભગ 12 દિવસ સુધી તેમની સારવાર ચાલી.

No comments:

Post a Comment

Post Bottom Ad

Responsive Ads Here

Pages