ગુજરાતમાં આ જગ્યાઓ પર ખુલશે પાનના ગલ્લા - Gujjubhai Rocks

Breaking

Home Top Ad

Responsive Ads Here

Post Top Ad

Responsive Ads Here

Friday, May 1, 2020

ગુજરાતમાં આ જગ્યાઓ પર ખુલશે પાનના ગલ્લા

ગુજરાતમાં જ્યારથી લોકડાઉન જાહેર થયું ત્યારથી પાનના ગલ્લાવાળાઓ માટે એક અજીબ એવો સમય ચાલુ થયો હતો. આ ગલ્લાવાળાઓને જે પણ ફોન કરતું એ એમ કહેતું કે ભાઈ માલ પડ્યો છે. આવા શબ્દો મોટા ભાગે બુટલેગર્સ પાસેથી ગેરકાયદે દારુ ખરીદનારાઓ વાપરતા હોય છે. જેને કારણે જ્યારે પણ કોઈ ગલ્લા ચલાવતા વેપારી સાથે વાત થઈ તો જાણવા મળ્યું કે લોકોની આવી માગણીને કારણે પોતે જાણે હવે બુટલેગર બની ગયા હોય એવી ફીલીંગ આવવા લાગી હતી. જોકે હવે નાનીમોટી આવી ઈન્કમ પર નભતા આવા ઘણા વેપારીઓ માટે મહદ અંશે રાહતનો સમાચાર છે.ગુજરાતમાં અમરેલી, મોરબી, પોરબંદર, દ્વારકા અને જુનાગઢ જિલ્લાઓનો સમાવેશ ગ્રીન ઝોનમાં થયો છે. આ ગ્રીન ઝોનમાં કેન્દ્રીય ગાઈડલાઈન પ્રમાણે દારુ (પરમીટ), પાન, પડીકી, ગુટખા, તમાકુ વગેરે સામગ્રી વેચતી દૂકાનો (ગલ્લા) ખોલી શકાશે. જોકે તેઓને પણ સોશિયલ ડિસ્ટસ ગ્રાહકોમાં જળવાય તેની તકેદારી રાખવી પડશે. ગ્રાહકો વચ્ચે ઓછામાં ઓછું 5 થી 6 ફૂટ જેટલું અંતર રાખવું પડશે. દુકાનમાં એક જ સમયે પાંચથી વધુ વ્યક્તિ હાજર રહેવી જોઈએ નહીં.
આ ઉપરાંત આપ જાણો જ છો કે ગુજરાતમાં 9 જિલ્લાઓને રેડઝોનમાં સમાવાયા છે. તેમાં અમદાવાદ, સુરત, વડોદરા, આણંદ, બનાસકાંઠા, પંચમહાલ, ભાવનગર, ગાંધીનગર અને અરવલ્લીનો સમાવેશ થાય છે. તેવી જ રીતે ગુજરાતના 19 જીલ્લાઓને ઓરેન્જ ઝોન જાહેર કરવામાં આવ્યા છે. જે જીલ્લાઓ ઓરેન્જ ઝોન જાહેર થયા છે તેમાં રાજકોટ, ભરૂચ, બોટાદ, નર્મદા, છોટા ઉદેપુર, મહિસાગર, મહેસાણા, પાટણ, ખેડા, વલસાડ, દાહોદ, કચ્છ, નવસારી, ગીર સોમનાથ, ડાંગ, સાબરકાંઠા, તાપી, જામનગર અને સુરેન્દ્રનગરનો સમાવેશ થાય છે.No comments:

Post a Comment

Post Bottom Ad

Responsive Ads Here

Pages