કોરોનાના ડર વચ્ચે આ દેશે BCCIને કહ્યુ- અમારે ત્યાં કરો IPLનું આયોજન - Gujjubhai Rocks

Breaking

Home Top Ad

Responsive Ads Here

Post Top Ad

Responsive Ads Here

Friday, April 17, 2020

કોરોનાના ડર વચ્ચે આ દેશે BCCIને કહ્યુ- અમારે ત્યાં કરો IPLનું આયોજન

ભારતમાં લોકડાઉનમાં 3 મે સુધી વધારો કરવામાં આવતા ટુનામેન્ટને અનિશ્વિત સમય સુધી સ્થગિત કરી દેવામાં આવી હતી.કોરોનાની  મહામારીને કારણે ભારતમાં ઇન્ડિયન પ્રિમિયર લીગના આયોજનને અનિશ્વિત સમય સુધી સ્થગિત કરી દેવામાં આવ્યું છે  ત્યારે શ્રીલંકાએ આઇપીએલની 13મી સીઝનની  યજમાની કરવાની રજૂઆત કરી છે. 2020માં આઇપીએલની શરૂઆત 29 માર્ચના રોજ થવાની હતી પરંતુ કોરોનાના કારણે 15 એપ્રિલ સુધી સ્થગિત કરી દેવામાં આવી હતી પરંતુ ભારતમાં લોકડાઉનમાં 3 મે સુધી વધારો કરવામાં આવતા ટુનામેન્ટને અનિશ્વિત સમય સુધી સ્થગિત કરી દેવામાં આવી હતી.

Star Network records 462mn viewership in VIVO IPL 2019, its ...

આ વચ્ચે શ્રીલંકા ક્રિકેટ બોર્ડે ભારતીય ક્રિકેટ બોર્ડને પત્ર લખ્યો છે. જેમાં તેમણે આઇપીએલની યજમાની કરવાની રજૂઆત કરી હતી. શ્રીલંકાઇ બોર્ડના વડાનું માનવું છે કે તેમને ભારત કરતા અગાઉ કોરોનાથી મુક્તિ મળી જશે.

IPL 2020 Kab Se Hai? IPL 2020 Postponed: BCCI Suspends Indian ...
શ્રીલંકન ક્રિકેટ બોર્ડના અધ્યક્ષ શમ્મી સિલ્વાને ટાંકીને લખ્યું હતું કે, આઇપીએલને રદ કરવાથી બીસીસીઆઇ અને તેમના હિતધારકોને 500 મિલિયન ડોલરથી વધારેનું નુકસાન થશે. એવામાં કોઇ અન્ય દેશને ટુનામેન્ટની યજમાની આપીને નુકસાનને ઓછું કરી શકાય છે.

તેમણે કહ્યુ કે, જો આઇપીએલને શ્રીલંકામાં આયોજીત કરવામાં આવે છે તો ભારતીય દર્શકો માટે ટીવી પર જોવી સરળ થઇ જશે. ભારતીય બોર્ડ સાઉથ આફ્રિકામાં આઇપીએલનું આયોજન કરવાનો અનુભવ ધરાવે છે.

No comments:

Post a Comment

Post Bottom Ad

Responsive Ads Here

Pages