તમે જ્યારે પણ કોઈ શો રૂમમાં કોઈ દીવાલ ઉપર લાગેલી ઘડિયાળ કે કલાઈ ઘડિયાળને જુઓ છો તો તેમાં સમય 10 વાગ્યે 10 મિનિટ જ જોયો હશે. આ વિશે સમયના પાછળ ઘણા પ્રકારના કિસ્સા પ્રચલિત છે. આ લેખમાં આપણે આવી સમયના વિશે ફેલાયેલી ઘણી ઘટનાઓ, કિસ્સાઓ અને તર્કો વિશે જાણીશું.

બાળપણમાં જ્યારે મેં કોઈને સવાલ કર્યો હતો કે શોરૂમ ની ઘડિયાળ હંમેશા 10 વાગ્યે 10 મિનિટનો સમય શા માટે દેખાડે છે તો જવાબ મળ્યો હતો કે 10:10 નો સમય એટલા માટે દેખાડવામાં આવે છે કારણ કે આ સમયે ઘડીયાળના આવિષ્કાર કરતા નું નિધન થયું હતું તેથી તેના સન્માનમાં ઘડિયાળ નિર્માતાઓએ આ સમયને નક્કી કર્યો છે પરંતુ આ સાચું નથી.

આવો જાણીએ કે આ સમયના પાછળ દેવામાં આવેલા કેટલાક તર્કો વિશે
નકારાત્મક ચહેરાને બદલવા : ટાઇમ્સ, રોલેક્સ નામે પ્રસિદ્ધ કંપનીઓ પોતાની ઘડિયાળમાં 8.20 સમય દેખાડતી હતી કારણ કે તેનાથી ઉપભોક્તાઓને ઘડિયાળ ના નિર્માતા નું નામ બિલકુલ સાફ અને કાંટાની વચ્ચે દેખાતું હતું. જે કે ગ્રાહકને આકર્ષિત કરતો હતું. પરંતુ તે સમયે જલ્દી જ બદલવામાં આવ્યો કારણકે નિર્માતાઓને લાગ્યો કે 8.20 થી બનવાવાળી આકૃતિ ગ્રાહકોના દિમાગમાં નકારાત્મક સંદેશ પહોંચાડે છે. કારણકે આ સમયથી એક દુઃખી ચહેરાની આકૃતિ બને છે.
મુસ્કાનનું પ્રતીક : લોકોનું માનવું છે કે ઘડિયાળના નિર્માતાએ 8.20 સમયને તેના નકારાત્મક લુકના કારણે બદલી નાખ્યો પણ 10.10 ના સમય માં મુસ્કાન જેવો દેખાય છે માટે તેને નક્કી કરવામાં આવ્યું છે .

વિકટ્રી નું નિશાન : જ્યારે ઘડિયાલના કાંટા 10.10 પર હોય છે તો કાંટાની મદદથી V નિશાન બને છે. જે કે વિકટ્રીનો નિશાન દેખાડે છે. જે લોકો માટે પ્રેરણાનો કારણ હોઈ શકે છે. આ ઘણા બધા કારણોમાંથી એક કારણ હોઈ શકે છે પરંતુ તેનું વાસ્તવિક કારણ વિશે હજી કોઈ પ્રમાણ નથી.
ઘડિયાળના નિર્માતા નામને દેખાડવા માટે : કેટલાક વિશ્લેષકોનું માનવું છે કે નિર્માતાને 10.10 ના સમયને એટલા માટે નક્કી કર્યો છે કારણકે નિર્માતાએ પોતાનું નામ બાર વાગ્યા ના નિશાન ના બિલકુલ નીચે દેખાય છે અને આ નામને 10.10 ના સમયના વચ્ચે એટલા માટે લખવામાં આવી છે જેથી લોકોને નજર તરત જ નિર્માતા નામ ઉપર પડી જાય અને તે ઘડિયાળ ખરીદવાનું મન બનાવી લે. તેમજ 10.10 નોસમય કંપનીની માર્કેટિંગ માટે પણ કરવામાં આવ્યો છે.
હિરોશિમા અને નાગાસાકી પર આક્રમણ : થોડા લોકોનું માનવું છે કે 10.10 નો સમય એટલા માટે નક્કી કરવામાં આવે છે કારણ કે આ સમય પર હિરોશીમા પર લિટલ બોય નામ નો પરમાણુ બમ પડ્યો હતો તેથી આ લોકોની સહાનુભૂતિ ના માટે ઘડિયાળ નિર્માતાઓએ આ સમયને નક્કી કર્યો છે. પરંતુ આ તર્ક પણ પૂરી રીતે સાચો નથી કારણકે લીટલ બોય એ લોકલ સમયના સવારે 8.10 પર પડ્યો હતો.

સારો દેખાતો લુક : જ્યારે ઘડિયાળના કાંટા 10.10 પર હોય છે આપણે ઘડિયાળની. કાંટામાં જોવામાં આસાનીથી થઈ જાય છે પરંતુ આપણને 9.45, 8.20 કે કોઈ અન્ય સમય પર જોવામાં પણ આસાની થાય છે તો પણ ઘડિયાળ પર 10.10 સમય જ શા માટે અંકિત કરવામાં આવે છે આ માટે કોઈ વૈજ્ઞાનિક તર્ક ઉપલબ્ધ નથી.

કેટલાક લોકોના અનુસાર 10.10 નો સમય એટલા માટે નક્કી કરવામાં આવ્યું કે આ સમયમાં પહેલા ઘડિયાળ બનીને તૈયાર થઇ હતી. જે પણ ખોટું લાગે છે કારણ કે મનુષ્ય ઘડિયાળ નો ઉપયોગ સેંકડો વર્ષોથી કરી રહ્યા છે તેથી આ તર્ક પણ ઠીક નથી લાગતું. અંતમાં એટલું જ કહેવામાં કહી શકાય કે ઘડિયાળની બંને કાંટામાં હંમેશા 10 વાગીને 10 મિનિટ પર રહેવાનો કોઈ વિશેષ કારણ નથી જો કદાચ આ ઘડિયાળ કંપનીમાં માર્કેટિંગ કરવાનો તરીકો પણ હોઈ શકે છે.

No comments:
Post a Comment