એક વ્યક્તિ પોતાના જીવનથી ખૂબ જ કંટાળી ગયો હતો, જીવનમાં ખૂબ જ દુખી હતો, પોતાની નોકરીથી પણ તે સંતુષ્ટ નહોતો. પરિવારનું ભરણપોષણ પણ તે કરી શકતો નહોતો. તેની પાસે ધનની કમી હોવાથી પોતે કયાં દુખી જ રહેતો હતો. પોતાને મળી રહેલા પગરમાંથી માંડ માંડ પોતાના પરિવારનું ગુજરાન ચાલતો હતો.
થોડા વર્ષો સુધી તેણે પોતાની આવકમાંથી બચત કરીને આખરે થોડા પૈસા ભેગા કર્યા અને કઈક ધંધો કરવાનો વિચાર કર્યો. પરંતુ તેને મનમાં એક ડર સતાવતો રહેતો કે પોતે જો ધંધામાં નિષ્ફળ જશે તો તેણે બચાવેલા આ સમગ્ર પૈસા જતાં રહેશે અને ફરીથી તેને આટલા પૈસા એકઠા કરવામાં ઘણા વર્ષો જતાં રહેશે. ફરી પોતાના પરિવારનું ભરણપોષણ કરવું તેના માટે મુશ્કેલ બની રહેશે.

એક દિવસ તે દરરોજની માફક પોતાની નોકરી પર જઈ રહ્યો હતો ત્યાં તેને રસ્તામાં એક હાથી જોયો. ખૂબ જ મોટો હાથી હતો અને આવો હાથી તેણે કયારેય પણ જોયેલો નહોતો આથી તે કુતૂહલવશ ત્યાં તે હાથીને જોવા માટે ઊભો રહી ગયો. ત્યાં અચાનક જ તેનું ધ્યાન હાથીના પગ પર પડ્યું જેમાં એક સામાન્ય દોરી બાંધવામાં આવેલી હતી અને તે દોરીનો એક છેડો પકડીને આગળ એક માણસ જઈ રહ્યો હતો.
આ દ્રશ્ય જોઈને તેને ખૂબ જ નવાઈ લાગી કે આટલી પાતળી દોરીથી હાથીના પગમાં બાંધેલી છે એ તો હાથ ચાહે તો પળભરમાં તોડી શકે છે પરંતુ આવું કેમ કરતો નથી? અને પેલા વ્યક્તિની સાથે તેની પાછળ પાછળ કેમ જઈ રહ્યો છે. તેનાથી રહેવાયું નહીં એટલે તેને હાથીના માલિકને આનું કારણ પુછ્યું, તે હાથીને આટલી પાતળી દોરી બાંધી છે છતાં પણ એ કેમ તોડીને જતો નથી રહેતો?

ત્યારે હાથીના માલિકે જવાબ આપ્યો કે જ્યારે આ હાથી નાનો હોય છે કે ત્યારે તેના પગમાં આજ દોરી બાંધેલી હોય છે જેને તે તોડી શકતો નથી, કારણ કે ત્યારે તેનામાં એટલે શક્તિ હોતી નથી કે આ દોરી તોડી શકે. આ વિચાર તેના મનમાં કાયમ માટે રહી જાય છે અને તે મોટો થવા છતાં પણ તેના મનમાં એમ જ રહે છે કે આ દોરી મારાથી તૂટશે નહીં અને તે ભાગી શકતો નથી.
આટલી વાત સાંભળીને પેલા વ્યક્તિને સમજાઈ ગયું કે પોતાની સાથે પણ આવું જ થઈ રહ્યું છે અને પોતે પણ આ હાથીની જેમ જ જીવન જીવી રહ્યો છે. બાળપણથી જ તેના મનમાં અમુક વિચારો ઘર કરી ગયેલા કે આ મારાથી ના થાય પછી એ વિચારો આજસુધી તેની સાથે જ રહેલા છે અને તેના કારણે જ તે આગળ વધી નથી શકતો.

મિત્રો, જરૂર હોય છે ફક્ત આપણાં મનમાં રહેલા ડરને દૂર કરવાની અને મનમાં રહેલી માન્યતાઓને છોડવાની. માણસ માટે આ દુનિયામાં કોઈપણ વસ્તુ અશક્ય નથી. બસ મહેનત કરીએ તો કોઈપણ કામ પર પડી શકીએ છીએ. નહિતર આપણે પણ દુનિયામાં આ હાથીની માફક જ સીમિત દુનિયામાં જીવતા રહીશું.
તમને અમારો આર્ટિક્લ કેવો લાગ્યો તેનો અભિપ્રાય અમને કોમેન્ટમાં જરૂરથી જણાવશો.
(એ) ખૂબ જ સરસ (બી) સરસ (સી) ઠીક
No comments:
Post a Comment