એક જ DTH કનેક્શનમાં ચલાવો બે કનેક્શન, એક જ DTH કનેક્શન પર બે રૂમમાં ચલાવી શકો છો અલગ અલગ ચેનલ - Gujjubhai Rocks

Breaking

Home Top Ad

Responsive Ads Here

Post Top Ad

Responsive Ads Here

Saturday, April 11, 2020

એક જ DTH કનેક્શનમાં ચલાવો બે કનેક્શન, એક જ DTH કનેક્શન પર બે રૂમમાં ચલાવી શકો છો અલગ અલગ ચેનલ

અત્યારે તો દેશના લગભગ દરેક ઘરમાં DTH સર્વિસ ઉપલબ્ધ થઈ ચૂકી છે. કોઈ ઘર એવું નહીં હોય જ્યાં ડીટીએચ સર્વિસ ઉપલબ્ધ નહીં હોય. તેવામાં ફેમિલીમાં રહેતા દરેક સભ્યોને પોતાના અલગ અલગ રૂમમાં DTH સર્વિસ માટે અલગ અલગ સેટઅપ બોક્સ લગાવવું પડે છે અને તેના માટે કંપની તેમની પાસેથી તેનું અલગ અલગ ભાડું પણ વસૂલ કરે છે.
સંયુક્ત પરિવારમાં તો ઘરમાં એક જ ટીવી હોય છે અને તેમાં પણ બધા એક જ સમય પર ટીવી જોવા બેસે છે અને પછી તકલીફ એ ઊભી થાય છે કે પુરૂષોને સમાચાર જોવા હોય છે, સ્ત્રીઓને સિરિયલ જોવી હોય છે જ્યારે બાળકોને કાર્ટૂન ચેનલ જોવી પસંદ હોય છે. પરંતુ સંયુક્ત પરિવાર હોવાને કારણે બધાની ઇચ્છા એક સાથે પૂરી નથી થઈ શક્તી.


હવે જો ઘરમાં બે ટીવી મૂકવામાં આવે તો તેની સાથે બે DTH કનેક્શન પણ લગાવવા પડે છે, વળી બે કનેક્શનનો ખર્ચ પણ વધારે આવે છે. જે ખર્ચો કરવો પોસાય તેમ નથી હોતો માટે અમે તેમણે અહી આ લેખના મધ્યમથી જણાવીશું કે કેવી રીતે તમે ઘરમાં એક જ DTH કનેક્શનમાં બે ટીવીમાં અલગ અલગ ચેનલ જોઈ શકશો. આ રીતે તમે એક જ DTH કનેક્શન પર બે ટીવી ચલાવી શકો છો અને એ પણ દરેક ટીવીમાં અલગ અલગ ચેનલ જોઈ શકો છો. આમ તમે વધારાના કનેક્શનના પૈસા નહીં ચૂકવવા પડે.
હવે જો તમારે એક જ કનેક્શન માં બે કનેક્શન ચલાવવા માંગો છો તો તમારે બસ એક જ સેટઅપ બોક્સની જરૂર પડશે. કારણ કે બીજા સેટઅપ બોક્સની મદદથી જ તમે અલગ અલગ ચેનલ જોઈ શકશો. એક જ સેટઅપ બોક્સ પર બે ટીવી ચલાવશો તો બંને ટીવીમાં એકસરખી ચેનલ જોવા મળશે. અલગ અલગ ચેનલ જોવા માટે અલગથી સેટઅપ બોક્સ હોવું જરૂરી છે.
આ બધુ સેટઅપ કરવા માટે તમારે ખાસ તો એ જોવાનું રહેશે કે સેટઅપ બોક્સમાં LNB OUT હોવું જોઈએ. જે પોર્ટ વડે બીજા સેટઅપ બોક્સને કનેક્ટ કરવાનું રહેશે. પણ જો તમારા સેટઅપ બોક્સમાં LNB IN પોર્ટ હશે તો તમે તે સેટઅપ બોક્સ દ્વારા બીજું કનેક્શન ચલાવી શકશો નહીં. બીજું કનેક્શન ચલાવવા માટે LNB OUT પોર્ટ હોવો ખૂબ જ જરૂરી છે.
આ સિવાય બીજી ખાસ ધ્યાનમાં રાખવા જેવી વાત એ છે કે જ્યારે તમારી પાસે બે સેટઅપ બોક્સ હોય તેમાં એક સેટઅપ બોક્સ MPEG-4 અને બીજું સેટઅપ બોક્સ MPEG-2 હોવું એ ખૂબ જ જરૂરી છે. ફક્ત MPEG-2 પ્રકારના સેટઅપ બોક્સમાં જ આ બંને LNB OUT અને LNB IN આ બંને પોર્ટ જોવા મળી શકે છે.
તમારે ત્યાં આવતા DTH કનેક્શનનો મુખ્ય કેબલ આ સેટઅપ બોક્સમાં આપવામાં આવેલા LNB IN પોર્ટમાં લગાવવાનો રહેશે. હવે બીજો કેબલ LNB OUT માં લગાવવાનો રહેશે, આ બીજા પોર્ટને બીજા સેટઅપ બોક્સ એટલે કે MPEG-4 માં LNB INમાં તેને જોડવાનો રહેશે.
હવે આ રીતે કનેક્ટ કરવાથી તમારું બીજું કનેક્શન તૈયાર થઈ ગયું છે. MPEG-4 કનેક્શન છે એ હવે તમારું બીજું કનેક્શન બની ચૂક્યું છે. હવે તે સેટઅપ બોક્સ તમારા બીજા રૂમમાં કનેક્ટ કરીને અલગ અલગ ચેનલ જોઈ શકો છો.
                     

No comments:

Post a Comment

Post Bottom Ad

Responsive Ads Here

Pages