ગુજરાતમાં આવતીકાલથી ખોલી શકાશે દુકાનો, જાણો શું રાખવામાં આવી છે શરતો? - Gujjubhai Rocks

Breaking

Home Top Ad

Responsive Ads Here

Post Top Ad

Responsive Ads Here

Saturday, April 25, 2020

ગુજરાતમાં આવતીકાલથી ખોલી શકાશે દુકાનો, જાણો શું રાખવામાં આવી છે શરતો?

લોકડાઉન વચ્ચે રાજ્યમાં દુકાનો ખોલવાને લઇને રૂપાણી સરકારે મહત્વનો નિર્ણય લીધો હતો.

શરતી મંજૂરી અપાઈ
 • તદ્દઅનુસાર, જે દુકાનો-ધંધા વ્યવસાયને વ્યવસાય માટે છૂટ આપવામાં આવી છે તે વિસ્તાર કન્ટેઇનમેન્ટ વિસ્તારની બહાર હોવો જોઇશે.  
 • દુકાન-ધંધા વ્યવસાયના નિયમિત સ્ટાફના 50 ટકા સ્ટાફ રાખવાનો રહેશે.  
 • માસ્ક પહેરવાનું અને સોશિયલ ડિસ્ટન્સ જાળવવાનું પણ ફરજિયાત પાલન દુકાન-ધંધા વ્યવસાયકારોએ કરવાનું રહેશે.  
 • જે-તે સ્થાનિક સત્તામંડળે જાહેર કરેલા કન્ટેઇનમેન્ટ વિસ્તારો માન્ય ગણાશે.  
 • દુકાન ખોલવા માટે ગુમાસ્તાધારા નું સર્ટિફિકેટ માન્ય રહેશેઆ ઈન્ડસ્ટ્રીઝને પણ મંજૂરી :
I.T તેમજ I.T.E.S. ઇન્ડસ્ટ્રીઝમાં પણ 50 ટકા સ્ટાફ કામકાજ માટે રાખવાની શરતે અને જો આવી ઇન્ડસ્ટ્રી કન્ટેઇનમેન્ટ ઝોન બહારના વિસ્તારમાં હોય તો તેવી ઇન્ડસ્ટ્રીઝને પણ મંજૂરી આપવામાં આવશે.  

આ વિસ્તારોમાં નહીં ખોલાય દુકાનો
હોટસ્પોટ, કલ્સ્ટર અને કન્ટેન્ટમેન્ટ વિસ્તારમાં દુકાનો તેમજ રેડ ઝોન અને જે વિસ્તારમાં વધુ કેસ હોય ત્યાં દુકાનો નહીં ખુલે. ખાસ કરીને શહેરી વિસ્તારમાં દુકાનો ગ્રીન ઝોનમાં જ ખુલશે. 

આ દુકાનો નહીં ખુલે
 • ઠંડા પીણાની દુકાનો શરૂ નહિ થાય
 • હેર સલૂન નહીં શરૂ કરાય
 • પાનના ગલ્લા કે દુકાન નહીં ખૂલે
 • પગરખાંની દુકાનો નહીં ખૂલે
 • નાસ્તા ફરસાણની દુકાન નહીં ખૂલે
 • આઇસ્ક્રીમની દુકાનો નહીં ખૂલે

આ દુકાનો ખુલશે
 • ઇલેક્ટ્રોનિક્સ દુકાનો ખુલશે
 • સ્ટેશનરી દુકાનો ખુલશે
 • મોબાઈલ રીચાર્જ અને રીપેરીંગની દુકાનો ખુલશે
 • કરિયાણાની દુકાનો ખુલશે
 • એસી રીપેરીંગની દુકાનો ખૂલશે
 • પંચરની દુકાનો ખુલશે
 • ચશ્માની દુકાનો ખુલશે
 • ગારમેન્ટ્સ દુકાનો ખુલશે

ભારત સરકારના જાહેરનામાના અનુસંધાને મુખ્યમંત્રીએ રાજ્યમાં આ નિર્ણયની જાહેરાત કરી છે. ધંધો વ્યવસાય કરવા માટેની છૂટછાટ નિયમો અને શરતોને આધિન આપવામાં આવી છે. ચશ્મા, સ્ટેશનરી, પ્રોવિઝનની દુકાનો ખુલશે. પાન મસાલાની દુકાનો નહીં ખુલે. અમદાવાદના કોટ વિસ્તારમાં છૂટ નહીં મળે. શરતોને આધીન દુકાનો ખોલવા છૂટ આપી છે.

ગુજરાતમાં કાલથી શું ખુલશે ?
કાલથી  સ્ટેશનરી, ચશ્મા,કરીયાણા, મોબાઇલ રીચાર્જ, ટાયર-પંચર, ઇલેકટ્રીક અને AC રીપેરીંગની દુકાન ખુલશે.

ગુજરાતમાં કાલથી શું નહીં ખુલે ?
હેયર સલુન, સ્પા, પાન મસાલા, આઇસક્રીમ પાર્લર, મીઠાઇ-કોલ્ડડ્રીંક્સ અને બુટ ચંપલની દુકાન ખોલી શકાશે નહીં

IT ઈન્ડસ્ટ્રીઝને પણ સરકારની મંજૂરી મળી છે. માસ્ક, સોશિયલ ડિસ્ટન્સિંગનું પાલન જરૂરી છે. 50 ટકા સ્ટાફથી કામ ચલાવવુ પડશે. સહકારી મંડળીઓની મુદ્દત 3 મહિના વધારી. બજાર વ્યવસ્થાપક સમિતિની મુદ્દત 3 માસ વધી. બજાર સમિતિઓ માટે મહત્વની જાહેરાત.

લોકડાઉન વચ્ચે રાજ્યમાં દુકાનો ખોલવાને લઇને રૂપાણી સરકારે  મહત્વનો નિર્ણય લીધો હતો. સીએમઓના સચિવ અશ્વિની કુમારે પત્રકાર પરિષદમાં જણાવ્યું હતુ કે, ગુજરાતમાં આવતીકાલથી તમામ જિલ્લાઓમાં આવેલી દુકાનો શરૂ કરવાની છૂટ આપવામાં આવી છે. અશ્વિની કુમારે કહ્યું હતુ કે, મોલ-કોમ્પ્લેક્સ સિવાયની દુકાનો શરૂ કરી શકાશે. સ્ટેશનરી,ચશ્માંની દુકાનો,પ્રોવિઝન સ્ટોર જેવી દુકાનો શરૂ કરી શકાશે. સાથે તેમણે કહ્યું હતુ કે રાજ્યમાં પાન મસાલાની દુકાનો શરૂ કરવા દેવામાં નહી આવે. તે સિવાય સલૂન, સ્પા અને દારૂની દુકાનો ખોલવાની છૂટ આપવામાં આવી નથી. શહેરમાં મોલ અને માર્કેટ સિવાયની દુકાનો ખોલી શકાશે.   જોકે, કન્ટેન્ટમેન્ટ એરિયા બહાર આવેલી દુકાનો જ શરૂ કરી શકાશે. સાથે તેમણે કહ્યુ કે, હોટસ્પોટ વિસ્તારમાં કોઈપણ પ્રકારની છૂટ આપવામાં આવશે નહીં.

અશ્વિની કુમારે કહ્યુ કે, દુકાનો શરૂ કરવા માટે કેટલીક શરતો પણ રાખવામાં આવી છે. કન્ટેનમેન્ટ ઝોન બહાર આવેલી દુકાનો જ ખોલી શકાશે. તે સિવાય માસ્ક અને સોશિયલ ડિસ્ટન્સિંગનું પાલન પણ કરવું પડશે. ઉપરાંત 50 ટકા કર્મચારી સાથે કામ કરવું પડશે.
ઉપરાંત તેમણે કહ્યુ કે, દુકાનદારોએ પાસ કઢાવવાની જરૂર રહેશે નહીં. પરંતુ દુકાનદારોએ જરૂરી ગુમાસતા ધારાનું લાયસન્સ અથવા અન્ય પુરાવા સાથે રાખવા જરૂરી રહેશે. રાજ્યની સહકારની મંડળીઓની વ્યવસ્થાપક મંડળની મુદ્દત 31 જૂન સુધી લંબાવવામાં આવી છે.

News Source : VTV News, ABP Asmita

No comments:

Post a Comment

Post Bottom Ad

Responsive Ads Here

Pages