કોરોનાથી બચવા માટે મદદ કરશે સરકારની આ એપ્લિકેશન - Gujjubhai Rocks

Breaking

Home Top Ad

Responsive Ads Here

Post Top Ad

Responsive Ads Here

Monday, April 13, 2020

કોરોનાથી બચવા માટે મદદ કરશે સરકારની આ એપ્લિકેશન

કોરોનાથી બચવા માટે મદદ કરશે સરકારની આ એપ્લિકેશન : કેન્દ્ર સરકાર લોકોને ઘરની બહાર નીકળવા માટે નવી રીત નીકાળી રહી છે. આશા છે કે, આ નવી રીતથી લોકોને કોઈ મુશ્કેલી આવશે નહીં. કેન્દ્ર સરકાર એક એપ મારફતે સુનિશ્ચિત કરશે કે કયો વ્યક્તિ બહાર નીકળશે કે નહી. આ માટે કેન્દ્ર સરકાર રાજ્ય સરકારો સાથે વાતચીત પણ કરી રહી છે.
કેન્દ્ર સરકાર જે એપ મારફતે તમને હરવા-ફરવાની અનુમતિ આપશે. તે એપનું નામ આરોગ્ય સેતુ છે. આરોગ્ય સેતુ બતાવશે કે તમે બહાર નીકળવા લાયક છો કે નહીં. જો આરોગ્ય સેતુ એપે તમને ગ્રીન કાર્ડ આપી દીધું તો તમે બસો, ટ્રેન, સાર્વજનિક વાહનો, મોલ્સ કે બજાર વગેરે જગ્યાઓએ ફરવા માટે સક્ષમ હશો. જો તેણે ગ્રીન કાર્ડ નહીં દેખાડ્યું તો તમે ઘરમાં બંધ રહેશો.

આ એપ્લીકેશન ડાઉનલોડ કરો : ડાઉનલોડ
આરોગ્ય સેતુ એક એવી એપ છે કે જે જીપીએસ અને બ્લૂટૂથ મારફતે કોન્ટેક્ટ ટ્રેસિંગ કરે છે. હાલ કેન્દ્ર અને રાજ્ય સરકાર આ વિશે વિચાર-વિમર્શ કરી રહી છે. જેથી આરોગ્ય સેતુ એપ મારફતે લોકો બહાર નીકળી શકે. ચાર દિવસ પહેલાં એટલે કે ગુરુવારે નરેન્દ્ર મોદીએ પોતાના ટ્વીટર હેન્ડલથી આરોગ્ય સેતુ સાથે જોડાયેસ અનેક ટ્વીટ કરી હતી. પીએમ મોદી ઈચ્છે છે કે દેશમાં વધારેમાં વધારે લોકો આ એપનો ઉપયોગ કરે જેથી કોરોના સામે લડવા માટે મદદ મળી શકે અને તેનો પ્રસાર અટકી શકે.

No comments:

Post a Comment

Post Bottom Ad

Responsive Ads Here

Pages