આ ચાર વાતો ક્યારેય કોઈને ના કહેવી – ચાણક્ય નીતિ – - Gujjubhai Rocks

Breaking

Home Top Ad

Responsive Ads Here

Post Top Ad

Responsive Ads Here

Saturday, April 11, 2020

આ ચાર વાતો ક્યારેય કોઈને ના કહેવી – ચાણક્ય નીતિ –આચાર્ય ચાણક્યના કૌટિલ્ય શાસ્ત્ર વિષે તો તમે સંભાળ્યું જ હશે. ચાણક્ય નીતિને અપનાવવી ખૂબ જ મુશ્કેલ કામ છે પણ જે વ્યક્તિ તેને અપનાવી લે છે તેના જીવનમાં ક્યારેય પણ દુ:ખ નથી આવતું. ચાણક્ય દ્વારા બતાવવામાં આવેલી નીતિઓમાં સફળ અને સુખી જીવનના ઘણા સૂત્ર બતાવવામાં આવ્યા છે. જે વ્યક્તિ ચાણક્ય નીતિઓનો પાલન કરે છે એ જીવનમાં ચોક્કસ પણે પરેશાનીઓથી મુક્ત રહે છે.
જાણતા અજાણતા લોકો એવી વાતો બીજાને કહી દે છે જે ભવિષ્યમાં તેમના સંકટનું કારણ બની જાય છે. ચાણક્ય દ્વારા બતાવવામાં આવેલી ૪ વાતોને કોઈને પણ ના કહેવી જોઈએ અને ગુપ્ત રાખવી જોઈએ. જે લોકો આ વાતો જાહેર કરે છે એ લોકોને પરેશાનીઓનો સામનો કરવો પડે છે. એવી કઈ વાતો છે એ અમે તમને અહી જણાવીશું.

આર્થિક તકલીફો
ચાણક્ય શ્લોકના મધ્યમથી કહે છે કે, આપણે ધન નાશ એટલે કે આર્થિક મુસીબતોની વાત કોઈને કહેવી ના જોઈએ. જો આપણે આર્થિક સંકટનો સામને કરવો પડી રહ્યો હોય તો આપણે કોઈની પણ સામે એ વાત ના કરવી જોઈએ. જો બધાને તમારી આર્થિક સ્થિતિ વિશે બધાને ખબર પડી જશે તો તમારી કોઈ આર્થિક મદદ નહીં કરે અને તમને કોઈપણ પ્રકારનો સહયોગ પણ નહીં આપે, જેથી આ વાત ને ગુપ્ત જ રાખવી.

પોતાનું દુ:ખ કોઈને ના કહેવું
આચાર્ય ચાણક્ય કહે છે કે, જો આપણને કોઈપણ પ્રકારનું દુખ હોય કે કોઈ તકલીફ હોય તો એ કોઈને પણ ના કહેવી જોઈએ કેમ કે ક્યારેક સામેવળી વ્યક્તિ આપણી તકલીફોની મજાક બનાવશે તો આપણને વધારે દુખ થશે. કેમ કે આપના સમાજમાં એવા ઘણા લોકો છે કે જે બીજાના દુખો ને મજાક બનાવે છે પરંતુ કોઈ સાથ નહીં આપતા. એવું ક્યારેય ના વિચારવું કે પોતાનું દુખ બીજા વ્યક્તિને કહેશું તો દુખ ઓછું થશે.
ઘરની વાત બહાર ના કરવી
દુનિયામાં સમજદાર વ્યક્તિ એજ છે જે પોતાના ઘર સાથે જોડાયેલી વાતો બહારના વ્યક્તિને નથી કરતો અને ગુપ્ત રાખે છે. જે વ્યક્તિ પોતાના ઘરના ઝગડા, સુખ-દુખની વાતો બહારના કોઈ વ્યક્તિને નથી કરતાં એજ લોકો મુશ્કેલીઓથી દૂર રહે છે અને જે લોકો આ બધી વાતો બહાર જાહેર કરી દે છે તેને ભવિષ્યમાં ભયંકર પરેશાનીઓનો સામનો કરવો પડી શકે છે, જેનું પરિણામ બહુ જ ભયંકર હોય શકે છે. ઘરની વાતો જાહેર કરવાથી તમારો કોઈ વ્યક્તિ ફાયદો પણ ઉઠાવી શકે છે.
અપમાનની વાત ના કરવી
આપના જીવનમાં કોઈ વ્યક્તિ દ્વારા આપનું અપમાન થયેલ હોય તો એ વાત પણ કોઈને પણ ના કહેવી જોઈએ કેમ કે આવી વાત જાહેર કરવાથી લોકો આપણી મજાક ઉડાડશે. જેના લીધે આપણી પ્રતિષ્ઠા ઓછી થશે જેનું કારણ આપણે જ છીએ. આવી વાત જાહેર કરીને આપણે હાંસીને પાત્ર બનશુ.

No comments:

Post a Comment

Post Bottom Ad

Responsive Ads Here

Pages