ભારત નહીં પરંતુ આ દેશમાં છે દુનિયાનું સૌથી મોટું મંદિર જેની દિવાલો પર અંકિત છે રામાયણ અને મહાભારતની કહાનીઓ - Gujjubhai Rocks

Breaking

Home Top Ad

Responsive Ads Here

Post Top Ad

Responsive Ads Here

Friday, April 10, 2020

ભારત નહીં પરંતુ આ દેશમાં છે દુનિયાનું સૌથી મોટું મંદિર જેની દિવાલો પર અંકિત છે રામાયણ અને મહાભારતની કહાનીઓ

ભારતની મંદિરોનો દેશ પણ કહેવામાં આવે છે. અહીં ખૂબ જ મંદિરો છે જે આપણને સાંસ્કૃતિક અને ધાર્મિક વિરાસતમાં જોડાયેલા છે. આ મંદિરોમાં ફરવા માટે અને દર્શન કરવા દુનિયાભરના લોકો આવે છે. આ મંદિરને જોવા માટે દેશ-વિદેશથી લોકો પણ આવે છે. પણ શું તમે જાણો છો કે દુનિયાનું સૌથી મોટું મંદિર ઇન્ડિયામાં નથી. તમને જાણીને આશ્ચર્ય થશે કે દુનિયાનું સૌથી મોટું મંદિર ભારતમાં નહીં પરંતુ કમ્બોડિયામાં આવેલું છે.
કમ્બોડિયામાં આવેલું આ મંદિરનું નામ અંકોરવાટ છે. અંકોરવાટ નામનું આ મંદિર ભગવાન વિષ્ણુને સમર્પિત છે. એવું માનવામાં આવે છે કે આ મંદિરમાં ભગવાન વિષ્ણુએ સ્વયં નિવાસ કરે છે. આ મંદિર પ્રતિ લોકોની શ્રદ્ધા છે પૂરી દુનિયા માંથી લોકો આ મંદિરના દર્શન કરવા માટે આવે છે અને ત્યાંની ખૂબસૂરતી જોઈને મંત્ર મુગ્ધ થઈ જાય છે.
કમ્બોડિયામાં આવેલું વિષ્ણુજીનાં મંદિરનું નામ ગિનીસ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડમાં પણ છે. પહેલા આ મંદિરનું નામ યશોધર પૂર હતું. એવું કહેવામાં આવે છે કે આ મંદિરનું નિર્માણ કરવા માટે ૫૦ થી ૧ કરોડ રેતીના પથ્થરનો ઉપયોગ કરવામાં આવ્યો છે. દરેક પથ્થરનું વજન લગભગ ડોઢ ટન છે. તે સિવાય એવું પણ કહેવામાં આવે છે કે ફ્રાન્સ પાસેથી આઝાદી મળ્યા પછી આ મંદિરને કંબોડિયાની ઓળખના રૂપમાં જાણવામાં આવે છે. આ મંદિરનુ પિક્ચર કંબોડિયાના નેશનલ ફ્લેગ પર પણ છાપવામાં આવેલ છે. જો આ મંદિરનાં ઇતિહાસની વાત કરવામાં આવે તો ૧૧મી શતાબ્દી ત્યાંના સમ્રાટ સૂર્યવર્મન દ્વિતીયનું સામ્રાજ્ય સ્થાપિત હતું.
સર્વ વર્મને આ મંદિર બન્યુ હતું. આ મંદિર મિકાંક નદીના કિનારે બનાવેલું છે. આ મંદિરને ટાઈમ મેગેઝીનમાં વિશ્વના પાંચ આશ્ચર્યજનક ચીજોમાં સામેલ કરવામાં આવ્યું છે. તે ઉપરાંત ૧૯૯૨ માં આ મંદિરને યુનેસ્કોએ વિશ્વ વિરાસતમાં પણ સામેલ કર્યું છે. તમને જાણીને હેરાની થશે કે આ મંદિરની દિવાલ ઉપર રામાયણ અને મહાભારતની કહાની અંકિત કરી છે અને સાથે આ મંદિરની દિવાલો પર દેવી-દેવતાઓ અને અસુરો ના મધ્ય થયેલું અમૃત મંથન નો ઉલ્લેખ પણ કરવામાં આવ્યો છે. આ મંદિર દુનિયાનું સૌથી મોટું પૂજા સ્થળ છે અને સંસારનું સૌથી મહત્વપૂર્ણ અને પ્રાચીન પુરાતાત્વિક સ્થળ પણ માનવામાં આવે છે.
કંબોડિયાના ખૂબ જ મશહૂર અને પુરાતાત્વિક મહત્વ વાળા પ્રાચીન મંદિર અંકોરવાટ માં ફરવા માટે વર્ષમાં દેશ-વિદેશથી લાખોની સંખ્યામાં પર્યટકો આવે છે. આ પર્યટકોમાં સૌથી વધારે સંખ્યા ચીની ટુરિસ્ટો ની હોય છે. વિદેશોથી આવેલા ટૂરિસ્ટમાં પાછલા વર્ષમાં સૌથી વધારે ચીની ટુરિસ્ટોને સંખ્યા છે પાછલા વર્ષમાં ૬૬૨૮૫ અંકોરવાટ દર્શન કરવા આવ્યા હતા. ભગવાન વિષ્ણુને સમર્પિત અંકોરવાટ મંદિર એટલું સુંદર છે કે જ્યાં ગયા પછી પાછું આવવાનું મન જ નથી થતું. ત્યાં ગયા પછી લોકો ભગવાન વિષ્ણુની ભક્તિ અને આ મંદિરની સુંદરતા જોઇને મંત્રમુગ્ધ થઈ જાય છે.

No comments:

Post a Comment

Post Bottom Ad

Responsive Ads Here

Pages