લોકડાઉન વધશે કે નહી? વડાપ્રધાન મોદી આવતીકાલે સવારે કેટલા વાગ્યે કરશે દેશને સંબોધન? - Gujjubhai Rocks

Breaking

Home Top Ad

Responsive Ads Here

Post Top Ad

Responsive Ads Here

Monday, April 13, 2020

લોકડાઉન વધશે કે નહી? વડાપ્રધાન મોદી આવતીકાલે સવારે કેટલા વાગ્યે કરશે દેશને સંબોધન?

કોરોના વાયરસને ફેલાવતો અટકાવવા માટે લાગુ કરવામાં આવેલા લોકડાઉનનો આવતીકાલે અંતિમ દિવસ છે.નવી દિલ્હીઃ કોરોના વાયરસને ફેલાવતો અટકાવવા માટે લાગુ કરવામાં આવેલા લોકડાઉનનો આવતીકાલે અંતિમ દિવસ છે. વડાપ્રધાન મોદી આવતીકાલે સવારે 10 વાગ્યે દેશને સંબોધશન કરશે. આ અંગે પીએમઓએ ટ્વિટ કરી જાણકારી આપી હતી.

માનવામાં આવી રહ્યું છે કે વડાપ્રધાન મોદી આવતીકાલે લોકડાઉન વધારવાની જાહેરાત કરી શકે છે. લોકડાઉન 30 એપ્રિલ સુધી વધારવામાં આવી શકે છે. આ અગાઉ વડાપ્રધાન મોદીએ તમામ રાજ્યના મુખ્યમંત્રીઓ સાથેની વીડિયો કોન્ફરન્સ દરમિયાન લોકડાઉન વધારવા પર સહમતિ વ્યક્ત કરી હતી.

લોકડાઉનમાં વધારો કરવામાં આવશે કે નહી તેને લઇને વડાપ્રધાન મોદી જાહેરાત કરી શકે છે. વડાપ્રધાન મોદીના નિર્દેશ બાદ મંત્રીઓએ આજે ઓફિસ જઇને કામ શરૂ કર્યું છે. કેન્દ્રિય મંત્રી અર્જુન મુંડા સિવાય પ્રકાશ જાવડેકર, કિરણ રિજિજૂ સહિત અનેક મંત્રી આજે ઓફિસ પહોંચ્યા હતા.


કેટલાક રાજ્યોએ 30 એપ્રિલ સુધી લોકડાઉનમાં વધારો કરવાની જાહેરાત પણ કરી દીધી

હજુ કોરોનાના કેસો કાબુમાં આવી રહ્યા નથી. દિવસે દિવસે આ રોગના કેસોમાં વધારો થઇ રહ્યો છે. અને લોકોમાં આ રોગ ફેલાઈ રહ્યો છે. તેવામાં લોકડાઉન સંપૂર્ણ રીતે ખોલી નાખવું હાલની પરિસ્થિતિએ યોગ્ય જણાતું નથી. જેને લઈને આવતીકાલે વડાપ્રધાન નરેન્દ્ર મોદી દેશવાસીઓને સંબોધે તેવી શક્યતા છે. સાથે જ લોકડાઉનમાં વધારો કરવાની જાહેરાત કરે તેવી પણ પ્રબળ શક્યતાઓ સેવાઈ રહી છે. 14 એપ્રિલે જ્યારે લોકડાઉન પૂર્ણ થઈ રહ્યું છે ત્યારે ભાજપ શાસિત રાજ્યોમાં હજુ લોકડાઉન વધાર્યંું નથી. કોરોનાને લઈને 4થું રાષ્ટ્રજોગ સંબોધન કરશે. લાંબા સમયથી જે લોકો વિચારી રહ્યા હતા. મહારાષ્ટ્રમાં બંગાળ, પજાંબ સહિતના વિસ્તારોમાં 30 એપ્રિલ સુધી લોકડાઉન લંબાવી દીધું છે. ત્યારે વડાપ્રધાન મોદી પણ શું 30 એપ્િલ સુધી લંબાવશે. લોકો માટે કંઈક રાહતના સમાચાર લઈને આવે તેવી લોકોને આશા છે.

No comments:

Post a Comment

Post Bottom Ad

Responsive Ads Here

Pages